Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 25:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શું તેમનાં સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી ઊગતું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમનાં સ્વર્ગી સૈન્યોની કોઈ ગણતરી છે? તેમનો પ્રકાશ કોના પર પથરાતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે? તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી. દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 25:3
16 Iomraidhean Croise  

તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.


ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?


તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી.


તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.


શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?


એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.


તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.


ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી.


Lean sinn:

Sanasan


Sanasan