Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 20:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, ‘તે ક્યાં છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તોપણ તે તેની પોતાની વિષ્ટાની જેમ સદાને માટે નાશ પામશે. જેઓએ તેને જોયો છે તેઓ કહેશે, ‘તે ક્યાં છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેમ છતાં પોતાની વિષ્ટાની જેમ તે નષ્ટ થશે. તેના ઓળખીતા પૂછશે, ‘તે ક્યાં ગયો?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 20:7
16 Iomraidhean Croise  

તેથી હું તારા કુટુંબ પર આફત લાવીશ. તારા કુટુંબમાંનો દરેક નર બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય કે સ્વતંત્ર હોય તેને હું નષ્ટ કરીશ. જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.


અને ઇઝબેલનો મૃતદેહ યિઝ્રએલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે. જેથી કોઈ એવું નહિ કહે કે, “આ ઇઝબેલ છે.”


પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?


જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે? જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ.


તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.


માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’


તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ; પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.


સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.


તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ; હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.


જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’


દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.


મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે, ‘તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?’


એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.


જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ; તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે.


સૂર્ય, ચંદ્ર અને આકાશના સર્વ સૈન્ય જેઓના પર તેઓએ પ્રેમ રાખ્યો છે, તેઓ વંઠી ગયા છે. જેઓને તેઓએ શોધ્યા છે અને જેમની તેઓએ પૂજા કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નંખાશે અને ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, તેઓ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઈ જશે.


યહોવાહ એમ કહે છે, જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢીશ, અને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ ત્યાંથી હું તને નીચે પાડીશ.


Lean sinn:

Sanasan


Sanasan