Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે પ્રજાઓને બળવાન બનાવે છે, તે તેઓનો નાશ પણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે, અને તેઓનો નાશ પણ કરે છે. તે પ્રજાઓને વિસ્તારે છે, અને તેઓને સંકોચે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તે રાષ્ટ્રોની ઉન્‍નતિ કરે છે અને પછી તેમનો વિનાશ કરે છે, તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે અને પછી તેમને વિખેરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તે રાષ્ટને મોટું બનાવે છે પછી તેના લોકોને વિખેરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:23
13 Iomraidhean Croise  

તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.


તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.


તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી.


પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.


તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તમે પ્રજા વધારી છે; તમારો મહિમા પ્રગટ કર્યો છે; તમે પૃથ્વીનાં છેડા સુધી સર્વ સીમાઓ વિસ્તારી છે.


આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે.”


તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.


છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે; હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.


તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ.


અને તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો અવાજ સંભળાશે. હું તેઓની વૃદ્ધિ કરીશ તેઓ ઓછા થશે નહિ; અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ.


આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યામાં વૃદ્ધિ કરીશ.”


હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ, કેમ કે મેં તેઓને બચાવ્યા છે, અગાઉ જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેવી રીતે તેઓની વૃદ્ધિ થશે.


તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.


Lean sinn:

Sanasan


Sanasan