અયૂબ 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!” અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયૂબ તેમને [બોલાવીને] પવિત્ર કરતો, અને પરોઢિયે ઊઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હ્રદયમાં ઈશ્વરનો ઈનકાર કર્યો હોય.” અયૂબ એ પ્રમાણે હમેશ કરતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય. Faic an caibideil |
એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.”