યોહાન 21:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હું તને ખચીત ખચીત કહું છું કે, જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો. પણ જ્યારે તું ઘરડો થશે, ત્યારે તું તારા હાથ લાંબા કરશે, અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહિ ચાહતો હોય ત્યાં તને લઈ જશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હું તને સાચે જ કહું છું: તું યુવાન હતો ત્યારે તું તારી કમર કાસીને જ્યાં જવા ચાહે ત્યાં જતો હતો, પરંતુ જ્યારે તું વૃદ્ધ થઈશ, ત્યારે તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ તને બાંધીને તું જ્યાં જવાની ઇચ્છા નહીં રાખતો હોય ત્યાં લઈ જશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.” Faic an caibideil |
તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’”