યોહાન 21:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?” પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!” ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ. Faic an caibideil |