યોહાન 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 એ માટે તેઓએ અંદરોઅંદર કહ્યું, “આપણે એને ફાડવો નહિ, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” ‘તેઓએ અંદરોઅંદર મારાં વસ્ત્ર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠીઓ નાખી’ એમ શાસ્ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય, એ માટે એમ બન્યું. આ કામો તો સિપાઈઓએ કર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.” “તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું: “તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા. અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” તેથી સૈનિકોએ આ કર્યુ. Faic an caibideil |