Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 14:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, નહિ તો હું તમને કહેત; કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે, જો એમ ન હોત, તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મારા પિતાના ઘરમાં ત્યાં ઘણાં ઓરડાઓ છે. જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહિ. હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 14:2
25 Iomraidhean Croise  

તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”


ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.’ જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, ‘જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.


સિમોન પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, ‘જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.


મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, ‘હું જાઉં છું, તમારી પાસે પાછો આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમ કે મારા કરતાં પિતા મહાન છે.


પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.


હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.


કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.


કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે.


કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;


અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું.


કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.


કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.


ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે.


તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;


મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.


જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.


જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.


Lean sinn:

Sanasan


Sanasan