Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ; ધ્યાન આપ્યું નહિ; ઊલટું, તેઓએ હઠીલા થઈને પોતાના પિતૃઓ કરતાં વધારે દુષ્ટતા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 છતાં લોકોએ સાંભળ્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે, જક્કી દયના થઈને તેમના પૂર્વજો કરતાં પણ વધુ બંડખોર બન્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 છતાં તમે મારું સાંભળ્યું નથી. ધ્યાન આપ્યું નથી. અને હઠીલા થઇને તમારા પિતૃઓ કરતાં પણ વધારે બંડખોર થઇને ર્વત્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:26
44 Iomraidhean Croise  

યહૂદિયાના લોકોએ યહોવાહની નજરમાં પાપ ગણાય એવું દુષ્ટ કામ કર્યું, તેમણે પૂર્વજોએ કરેલાં પાપોથી પણ વધારે પાપો કરીને યહોવાહને ઈર્ષ્યાળુ બનાવ્યા.


પણ તેના બદલે તેં તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યાં છે, તેં બીજા દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો. તેં મારી અવગણના કરી.


પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા.


તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.


હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.


ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.


જેમ તેનો પિતા મનાશ્શા નમ્ર થઈ ગયો હતો તેમ તે ઈશ્વરની આગળ નમ્ર થયો નહિ. પરંતુ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.


તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ.


જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ.


કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.


મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે?


પણ તેમણે માન્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ. પણ તેઓ પોતાના દુષ્ટ દુરાગ્રહ મુજબ ચાલ્યા. તેથી મેં આ કરાર પાળવાની તેમને આજ્ઞા આપી હતી. પણ તેનું તેઓએ પાલન કર્યું નહિ. તેથી તેઓનાં સર્વ વચન મુજબ હું તેઓના પર વિપત્તિ લાવ્યો.’”


અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.


પણ તેઓએ સાંભળ્યું નહિ કે ઘ્યાન આપ્યું નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાભળ્યું નહિ કે શિખામણ માની નહિ.


“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ.”


જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી.


યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ.


પરંતુ તમે મારું સાંભળ્યું નહિ” એમ યહોવાહ કહે છે, પણ પોતાના હાથથી બનાવેલી કૃતિઓ વડે મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું છે.”


મારા સેવકો, પ્રબોધકો જેઓને હું આગ્રહથી તમારી પાસે મોકલું છું તેઓના વચનો તમે સાંભળશો નહિ,


આ બધું એટલા માટે બન્યું છે કે તેઓએ મારાં વચનો સાંભળ્યા નહિ’ એમ યહોવાહ કહે છે. ‘પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’ એમ યહોવાહ કહે છે.


માત્ર તું તારો દોષ કબૂલ કર અને કહે કે મેં મારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે; અને પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે હું પરદેશીઓની પાસે ગઈ છું! કેમ કે તમે મારું સાંભળ્યું નથી એવું યહોવાહ કહે છે.


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેમણે તમારું વચન સાંભળ્યું નહિ. અને તમારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહિ. તેમણે તમારી બધી આજ્ઞાઓની અવગણના કરી અને તેથી તમે આ બધી આફત તેમની પર ઉતારી.


‘તારા જે હિબ્રૂભાઈને તેં વેચાતો લીધો છે. અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષને અંતે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.


મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ.


તેથી યહોવાહ, સૈન્યોના ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, હું જે આફતો લાવવા બોલ્યો છું તે બધી હું યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પર ઉતારીશ. કેમ કે, મેં તેઓને કહ્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. અને મેં તેઓને હાકલ કરી ત્યારે તેઓએ મને જવાબ આપ્યો નહિ.’”


તેઓએ કહ્યું, “જે વચન તેં યહોવાહને નામે અમને કહ્યું છે. તે વિષે અમે તારું સાંભળવાના નથી.


હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે.


કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. ધ્યાન આપો!” જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.


મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો. પરંતુ તમે કહ્યું, “અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.”


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.


યહોવાહ કહે છે, ‘વળી મેં મારું નિયમશાસ્ત્ર તેઓની આગળ મૂક્યું છે, તેઓએ તેનો ત્યાગ કર્યો છે. તેઓએ મારું કહ્યું સાંભળ્યું નથી અને તેનું પાલન કર્યું નથી.


“હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.


તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.


તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: “તમે તમારા પિતાઓની જેમ પોતાને અશુદ્ધ કેમ કરો છો? અને ગણિકાની જેમ ધિક્કારપાત્ર કાર્યો કેમ કરો છો?


અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી.


મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.


પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.


તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, અને હું તમારી પાસે પાછો આવીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “પણ તમે કહો છો, ‘અમે કેવી રીતે પાછા ફરીએ?’”


પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’


તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.


ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.


જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan