યર્મિયા 6:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે: તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; સમુદ્રની ગર્જના જેવો તેઓનો ઘાંટો છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; હે સિયોનની દીકરી, જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી સામે સજ્જ થયેલા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેઓ ક્રૂર અને નિર્દય છે, શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે, તેઓની કૂચનો અવાજ ઘૂઘવતા સમુદ્ર જેવો છે. હે સિયોનની દીકરી, તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.” Faic an caibideil |