Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 52:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 નગરમાંથી તેણે કેદીઓનો અધિકારી જે સૈનિકોનો ઉપરી હતો તેને અને રાજાની હજૂરમાં રહેનારા સાત માણસો લીધા. વળી તેઓને, સેનાપતિનો લહિયો, જે સૈન્યમાં દાખલ થનારની નોંધ રાખતો હતો તેને અને દેશના લોકોમાંના જે સાઠ નામાંકિત માણસો હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એક ખોજો જે સૈનિકોનો ઉપરી હતો તેને, ને રાજાની હજૂરમાં રહેનારા જે સાત માણસ નગરમાં હાથ આવ્યા તેઓને, ને સેનાપતિનો ચિટનીસ જે [સૈન્યમાં દાખલ થનારા] લોકોની નોંધ રાખતો હતો તેને, ને દેશના લોકોમાંના જે સાઠ માણસ નગરમાં હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 વળી, તેણે નગરમાંથી સેનાપતિને, નગરમાં ઉપસ્થિત રાજાના સાત અંગત સલાહકારોને, લશ્કરની ભરતીનું કામ કરનાર સેનાનાયકને અને નગરના જમીનદાર વર્ગના અગ્રગણ્ય સાઠ માણસોને પકડી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તદુપરાંત તે લશ્કરના વડા અમલદારને, રાજાના સાત સલાહકારોને બંધક બનાવીને લઇ ગયો, તે ઉપરાંત તે લહિયો જે સૈન્યમાં લોકોની ભરતી કરવા માટેનો મુખ્ય અધિકારી હતો તેને અને નગરના બીજા સાઠ મોભાદાર માણસોને પોતાની સાથે લઇ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 52:25
4 Iomraidhean Croise  

ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના સાઠ માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા.


હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના, અને મમૂખાન હતા. તેઓ સાત ઇરાનના અને માદાયના સરદારો હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા.


ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં.


સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે.


Lean sinn:

Sanasan


Sanasan