Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યરુશાલેમ કહે છે, ‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે, તેણે મને ખાંડયો છે, મને ખાલી પાત્રના જેવો કર્યો છે, અજગરની જેમ, તે મને ગળી ગયો છે, તેણે મારાં મિષ્ટાન્નોથી પોતાનું પેટ ભર્યું છે; તેણે મને કાઢી મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:34
21 Iomraidhean Croise  

તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.


તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહા અજગરનો માથાં ફોડી નાખ્યાં.


શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય.


પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે. અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.


પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને “તેઓને પાછા લાવો” એવું કહેનાર કોઈ નથી.


ઇઝરાયલ રખડેલ ઘેટાં સમાન છે અને સિંહોએ તેને નસાડી મૂક્યો છે. પ્રથમ તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો; પછી છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં છે.


જે કોઈ તેઓને મળ્યા, તે સર્વ તેઓને ખાઈ ગયા, તેઓના શત્રુઓએ કહ્યું કે, તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવાહ, હા, તેઓના પૂર્વજોની આશા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.’


યહોવાહ કહે છે, “હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.


“બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે. તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે.


જે નગર વસ્તીથી ભરેલું હતું, તે એકલવાયું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહાન ગણાતું હતું, તે વિધવા જેવું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું!


તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!”


માટે ભવિષ્યવાણી કરીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, તમારો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો તેને કારણે, ચારેબાજુથી તમારા પર થયેલા હુમલાને કારણે તથા બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, એટલે તમે લોકો વિષે નિંદા કરનાર હોઠ તથા જીભ બની ગયા છો.


ઇઝરાયલ ગરક થઈ ગયું છે. વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.


જેઓ તમે ગરીબોને લૂંટો છો અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો.


કેમ કે યહોવાહ યાકૂબનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું પુન:સ્થાપિત કરશે, કેમ કે લૂંટારાઓએ તેમને લૂંટી લીધા છે અને તેમની દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે.


ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan