Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે;’ બાબિલની સ્થિતિ તો ઘઉં ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઊપજને ધોકાવાનું શરૂ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘પાર ફેરવવામાં આવતી ખળીના જેવી બાબિલની દીકરી છે; થોડી વાર પછી તેને ઊપણવાની વેળા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: “બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:33
15 Iomraidhean Croise  

કાપણી પહેલાં, જ્યારે ફૂલ પાકીને તેની દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી કુમળી ડાળીઓને કાપી નાખશે, તે ફેલાયેલી ડાળીઓને કાપીને દૂર લઈ જશે.


હે મારા ઝુડાયેલા લોકો, મારી ખળીના દાણા, જે મેં સૈન્યોના યહોવાહ, ઇઝરાયલનાં ઈશ્વર પાસેથી સાંભળ્યું છે, તે મેં તમને જણાવ્યું છે.


હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.


નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબજે કરાયા છે. બરુની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, અને સૈનિકો ગભરાઈ ગયા છે.


હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.


તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.”


યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.


પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.


યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”


તમે ક્રોધમાં પૃથ્વી પર કૂચ કરો છો. અને કોપમાં તમે પ્રજાઓને ઝૂડી નાખો છો.


કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”


જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે.


Lean sinn:

Sanasan


Sanasan