Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે ઝંડો ઊંચો કરો, સંરક્ષણ મજબૂત કરો. અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો, કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 બાબિલના કોટની સામે ધ્વજા ઊભી કરો, પહેરો બળવાન કરો, પહેરેગીરોને ચોકી કરવા મોકલો, છાપો મારવાને સંતાઈ રહો; કેમ કે બાબિલના રહેવાસીઓ વિષે યહોવા જે બોલ્યા તે પ્રમાણે તેમણે યોજના કરી છે, અને તે વળી પાર પાડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો. ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો, કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:12
18 Iomraidhean Croise  

કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.


વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.


ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોની ભાગળોમાં પેસે.


યહોવાહ પોતાના હ્રદયના મનોરથોને અમલમાં ન લાવે તથા સિદ્ધ કરે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછલા દિવસોમાં, તમે તે સમજી શકશો.


આ કારણથી પૃથ્વી શોક કરશે. અને ઉપરનાં આકાશ અંધકારમય બની જશે. કેમ કે હું તે બોલ્યો છું; હું તે વિષે પશ્ચાતાપ કરીશ નહિ; અને તેમાંથી ડગનાર નથી.


“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’


યહોવાહે પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢ્યાં છે. કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહે ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.


તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.


પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.


દેશ ધ્રૂજી ઊઠે છે અને પીડાય છે, કેમ કે બાબિલ વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ દૃઢ છે. યહોવાહ બાબિલને નિર્જન વગડો બનાવવાની તેમની પોતાની યોજના પાર પાડે છે.


યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગડાં ઊંચું ચઢાવ્યું છે.


ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ, અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ. કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ, જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા, અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે, હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.


જોરથી પછાડીને ટુકડે ટુકડા કરનાર તારી સામે આવ્યો છે. તારા કિલ્લાની રક્ષા કર, રસ્તાની ચોકી કર, પોતાને મજબૂત બનાવ, તારી બધી સામર્થ્ય ભેગી કર.


જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan