યર્મિયા 50:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે જુઓ, હું ઉત્તર દિશામાંથી મોટી પ્રજાઓના સમુદાયને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરીશ. તેઓ તેની સામે મોરચો માંડશે અને તેને કબજે કરશે. તેઓનાં તીર કુશળ અને બહાદુર ધનુર્ધારીઓના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછું આવશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હું ઉત્તર દિશાથી બળવાન પ્રજાઓના જૂથને ઉશ્કેરીને લાવીશ અને તેઓ બેબિલોન પર આક્રમણ કરશે. તેઓ બેબિલોન દેશની વિરુદ્ધ યુદ્ધની વ્યૂહરચના ગોઠવશે અને તેને જીતી લેશે. તેમનાં બાણ પ્રવીણ સૈનિકોએ મારેલાં બાણ જેવાં છે અને તે કદી નિશાન ચૂક્તાં નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું. તેઓ ઉત્તરમાંથી આવી એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે. તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે. Faic an caibideil |