Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ઇઝરાયલ રખડેલ ઘેટાં સમાન છે અને સિંહોએ તેને નસાડી મૂક્યો છે. પ્રથમ તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો; પછી છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:17
38 Iomraidhean Croise  

આશ્શૂરના રાજા પૂલે દેશ પર આક્રમણ કર્યુ. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયલનું રાજ મજબૂત કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત ચાંદી આપી.


ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેરથી ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માઅખાહ, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, ગાલીલ તથા નફતાલીના આખા પ્રદેશનો કબજો કરી લીધો. ત્યાંના લોકોને તે પકડીને આશ્શૂર લઈ ગયો.


યહોયાકીમના દિવસોમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર ચઢાઈ કરી; યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો ચાકર બની રહ્યો. પછી તેણે પાછા ફરી જઈને તેની સામે બળવો કર્યો.


તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરી તે નગરને ઘેરી લીધું.


સિદકિયા રાજાના શાસનના નવમા વર્ષના દસમા માસના, દસમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત યરુશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા.


આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો.


તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશ્શૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.


દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.


હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.


જે વિદેશીઓ તમને માનતા નથી, જે કુળો તમારું નામ લેતાં નથી. તેઓના પર તમારો કોપ રેડી દો કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.”


જુવાન સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ તેની ભૂમિ વેરાન કરી છે. તેનાં નગરો બાળી નંખાયેલાં છે તેઓમાં કોઈ રહેતું નથી.


ત્યારબાદ યહોવાહ કહે છે કે હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોક આ નગરમાં મરકીથી, તલવારથી તથા દુકાળથી બચ્યા છે તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા જેઓ તેનો જીવ શોધે છે તેઓના હાથમાં સોંપીશ અને તે તેઓને તલવારથી મારી નાખશે. તેમના પર તે ક્ષમા, દયા કે કરુણા દર્શાવશે નહિ.


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


જુઓ, સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! હું પણ અચાનક અદોમને ત્યાંથી નસાડીશ અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ. કેમ કે, મારા સમાન બીજું કોણ છે? અને મારે સારુ મુદ્દત બીજું કોણ ઠરાવે છે. મારી બરોબરી કરી શકે એવો ઘેટાંપાળક કોણ છે?


તેઓ તમારી ફસલ, વળી તમારાં દીકરા દીકરીઓ અને તમારો ખોરાક ખાઈ જશે. તેઓ તમારાં ટોળાંઓ અને જાનવરોને ખાઈ જશે; તેઓ તમારી દ્રાક્ષવાડીઓ અને અંજીરીના ફળને ખાઈ જશે; અને તમે જેના પર આધાર રાખો છો તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ યુદ્ધશસ્ત્રથી તોડી પાડશે.


આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે. ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે, કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે.


મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.


બાબિલવાસીઓ બધા ભેગા થઈને જુવાન સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે.


સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.


જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.


પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.


ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ, અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ. કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ, જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા, અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે, હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.


કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan