યર્મિયા 5:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે. ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે, કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે. વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે. તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે; નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે, કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે. અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે. Faic an caibideil |