Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 સૈન્યોના યહોવાહ કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો મહોલ્લાઓમાં મૃત્યુ પામશે. અને યોદ્ધાઓ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેથી તેના જુવાનો તેના મહોલ્લાઓમાં પડશે, ને તે દિવસે સર્વ લડવૈયા નાશ પામશે, એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તે દિવસે તેના યુવાનો નગરના ચોકમાં માર્યા જશે અને તેના બધા સૈનિકો નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો નગર ચોકમાં મૃત્યુ પામશે. અને એના બધા યોદ્ધાઓ હારી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:26
7 Iomraidhean Croise  

તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, હું તેઓને સજા કરીશ. તેઓના યુવાનો તલવારથી મરશે અને તેઓનાં દીકરાદીકરીઓ દુકાળમાં મરશે.


તેથી યુવાન માણસો મહોલ્લાઓમાં પડશે. અને તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” એવું યહોવાહ કહે છે.


મરણ આપણી બારીઓમાંથી આવ્યું છે; તે આપણા મહેલોમાં પેઠું છે. કેમ કે આપણાં બાળકોનો નાશ થયો છે અને તરુણો જાહેર ચોકમાં રહ્યા નથી.


જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા યુવાનોને તલવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે.


તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.


“મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તમારા જુવાનોને તલવારથી સંહાર કર્યો છે, અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ’ એવું યહોવાહ કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan