યર્મિયા 48:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબની ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઈ ગયાં છે, “દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષારસ પિલાતો બંધ પાડ્યો છે. કોઈ દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં આનંદના પોકારો કરશે નહિ તેઓનો લલકાર આનંદનો હશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબ દેશમાંથી આનંદ તથા હર્ષ લઈ લેવામાં આવ્યો છે. અને દ્રાક્ષાકુંડોમાં મેં દ્રાક્ષારસ [ખૂંદાતો] બંધ પાડયો છે: કોઈ લલકારીને દ્રાક્ષાને ખૂંદશે નહિ. તેઓનો લલકાર લલકાર [ના નામ] ને યોગ્ય થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 મોઆબ દેશની ફળદ્રુપ ભૂમિમાંથી આનંદ અને હર્ષ દૂર કરાયાં છે. દ્રાક્ષકુંડોમાંથી દ્રાક્ષાસવ વહેતો નથી અને ગીત લલકારીને દ્રાક્ષોને ખૂંદનાર કોઈ નથી, અને એ લલકારના આનંદી પોકારો સંભળાતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ33 મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે, દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી. દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.” Faic an caibideil |