યર્મિયા 46:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 પરંતુ હું આ શું જોઉં છું? તેઓ ભયભીત થઇ ભાગે છે, તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે. તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે. ચારેકોર ભય વ્યાપી ગયો છે.” આ હું યહોવા બોલું છું. Faic an caibideil |