Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પરંતુ જો તમે ત્યાં જવાની ના પાડશો, તો યહોવાહે જે વચન મને જણાવ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ જો તમે ત્યાં જવા કબૂલ નહિ કરો તો યહોવાએ જે વચન મને જણાવ્યું છે તે આ છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પણ જો હું શરણાગતિ નહિ સ્વીકારું તો શું થશે તે પ્રભુએ મને દર્શનમાં બતાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પરંતુ જો તમે બહાર જઇને તાબે થવાની ના પાડશો, તો યહોવાએ મને આવું દિવ્યદર્શન આપ્યું છે:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:21
20 Iomraidhean Croise  

તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.


પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.


તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે? એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ. માટે જે કંઈ તું જાણે છે તે કહે.


ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરશો?”


પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”


યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો કે, “તમને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તમે કેવળ યહોવાહને આધીન થશો તો તમારો જીવ બચી જશે અને તમારું હિત થશે.


યહૂદિયાના રાજમહેલમાં જે સ્ત્રીઓ બાકી રહી છે તેઓને બાબિલના રાજાના સરદારો પાસે પકડીને લઈ જવામાં આવશે. તેઓ કહેશે કે, તારા મિત્રોએ તને છેતર્યો છે; તેઓ તારા પર ફાવી ગયા છે. તમારા પગ કાદવમાં ફસાઈ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.


હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે.


જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.


‘જો બાલાક મને તેના મહેલનું સોનુંચાંદી આપે, તો પણ હું યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ જઈને મારી મરજી પ્રમાણે સારું કે ખરાબ કંઈ જ કરી શકતો નથી. હું તો યહોવાહ જે કહે છે તે જ કરીશ.’


પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan