યર્મિયા 31:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહ કહે છે કે; “યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ! પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિગાન કરીને કહો, યહોવાહ તમારા લોકોને ઇઝરાયલના બાકી રહેલાને બચાવો.’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવા કહે છે, “યાકૂબને લીધે આનંદથી ગાયન કરો, ને પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિ કરો, ને કહો, ‘હે યહોવા, તમારા લોકોને, એટલે ઇઝરાયલના બાકી રહેલાઓને, તમે તારો.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુ આ પ્રમાણે કહે છે, “યાકોબના વંશજોને લીધે આનંદથી જયજયકાર કરો, અને પ્રજાઓમાં એ સર્વશ્રેષ્ઠ લોકો માટે હર્ષના પોકાર કરો. સ્તુતિનાં ગીતો ગાઓ અને કહો, પ્રભુએ પોતાના લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને બાકી રહેલાઓને બચાવી લીધા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 યહોવા કહે છે, “યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ, મહાન કોમ માટે જયજયકાર કરો. તેથી મુકતકંઠે સ્તુતિગાન કરીને કહો, ‘દેવ યહોવા તારા લોકોને ઇસ્રાએલના અવશેષને બચાવ.’ Faic an caibideil |