યર્મિયા 31:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, અને યહોવાએ આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે. Faic an caibideil |