યર્મિયા 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તેઓ કહે છે, “જો પુરુષ પોતાની પત્નીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને બીજા પુરુષને પરણે, તો શું તે તેની પાસે પાછો જાય? જો એમ બને તો એ દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’” પણ તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને છતાં તું મારી પાસે પાછી આવવા માગે છે? એવું યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે? Faic an caibideilપવિત્ર બાઈબલ1 યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે? Faic an caibideil |