યર્મિયા 29:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
14 યહોવાહ કહે છે, હું તમને મળીશ’ અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે’ ‘ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.’ એમ યહોવાહ કહે છે.
14 વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢયા છે તે સર્વમંથી હું તમને એકત્ર કરીશ, એવું યહોવા કહે છે; અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે, તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ.”
14 હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.”
14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.
“વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
કેમ કે યહોવાહ યાકૂબ પર દયા કરશે; તે ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. વિદેશીઓ તેઓની સાથે જોડાશે અને તેઓ યાકૂબના સંતાનોની સાથે જોડાશે.
વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ.
તેથી તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. એમ યહોવાહ કહે છે. હે ઇઝરાયલ તારે ભય રાખવાની જરૂર નથી. માટે જુઓ, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. યાકૂબ પાછો આવશે અને શાંતિપૂર્વક રહેવા પામશે; તે સુરક્ષિત હશે અને કોઈ તમને ડરાવશે નહિ,
યહોવાહ કહે છે; “જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.
માટે જુઓ, જો એવો સમય આવી રહ્યો છે કે, ‘જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ અને યહૂદિયાનો બંદીવાસ ફેરવી નાખીશ. તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનું વતન પ્રાપ્ત કરશે. એવું યહોવાહ કહે છે.”
સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ ત્યારે યહૂદિયા દેશમાં અને તેના નગરોમાં લોકો આ વચન ઉચ્ચારશે કે, ન્યાયનિકેતન હે પવિત્રપર્વત, ‘યહોવાહ આશીર્વાદિત કરો.’
વળી આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતા રહેશે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાં બાકી રહેલા સર્વ લોક જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે. એમ સૈન્યોના યહોવાહ કહે છે.
પછી તેઓને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલી લોકો ગયા છે ત્યાંથી હું તેઓને લઈશ. હું તેઓને આસપાસના દેશોમાંથી એકત્ર કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછા લાવીશ.
હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.
તે સમયે હું તમને અંદર લાવીશ અને તે જ સમયે હું તમને ભેગા કરીશ, કેમ કે યહોવાહ કહે છે કે, તારી નજર આગળથી તારી ગુલામગીરી ફેરવી નાખીને, હું આખી પૃથ્વીના લોકો મધ્યે તને નામ આપીશ અને પ્રશંસારૂપ કરીશ, એમ યહોવાહ કહે છે.
અને એમ થશે કે જયારે આ બાબતો એટલે કે આશીર્વાદો તથા શાપો જે મેં તમારી આગળ મૂક્યા છે તે તમારા પર આવશે અને જે સર્વ દેશોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી મૂક્યા હશે ત્યારે તે બાબતોને યાદ રાખીને,
જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો, તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને લાવશે, તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતાં તમને વધારશે.