યર્મિયા 29:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તમે મને શોધશો, ને તમે તમારા ખરા હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” Faic an caibideil |
“વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.