યર્મિયા 26:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે શિક્ષા હું તેઓને આપવાનો વિચાર કરું છું. તે હું તેઓ પર ન મોકલું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કદાચ તેઓ સાંભળે, ને દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરે; અને તેઓના દુષ્કર્મોને લીધે તેઓને જે દુ:ખ દેવાનો વિચાર હું કરું છું તે વિષે હું પસ્તાઉં.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 કદાચ, લોકો સાંભળીને પોતાનાં દુષ્ટ આચરણ તજી દે. જો એવું બને તો તેમનાં દુષ્ટ આચરણને લીધે જે મહાન વિપત્તિ હું તેમના પર લાવવાનો હતો તે વિષેનો મારો વિચાર હું માંડી વાળીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું. Faic an caibideil |
ત્યારે યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધા લોકોએ આ માટે તેને મારી નાખ્યો હતો કે? શું તેને યહોવાહનો ડર નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાહને વિનંતી કરી નહોતી? આને કારણે યહોવાહ તેઓના પર જે વિપત્તિ લાવવાને બોલ્યા હતા, તે વિષે તેમને પશ્ચાતાપ થયો. જો આપણે યર્મિયાને મોતની સજાને પાત્ર ઠરાવીએ તો શું આપણે જ આપણા પર મોટી આફત નહિ નોતરીએ?”
તેથી યૂનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, “હે, ઈશ્વર, જયારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીશ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો, કોપ કરવામાં મંદ અને દયાળુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે.