Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 26:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓએ કહ્યું, “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મીખાહ મોરાશ્તી ઈશ્વરનાં વચન કહેતો હતો અને તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે સૈન્યોના યહોવાહ કહે છે કે; “સિયોન ખેતરની જેમ ખેડાઈ જશે અને યરુશાલેમ ખંડેરનો ઢગલો થઈ જશે. અને સભાસ્થાનનો પર્વત વનનાં ઉચ્ચસ્થાન જેવો થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મિખા મોરાશ્તી ભવિષ્ય કહેતો હતો; તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમ [ખંડિયેરના] ઢગલા થશે, ને મંદિરનો પર્વત વનનાં ઉચ્ચસ્થાનો જેવો થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “યહૂદિયાના રાજા હિઝિક્યાના વખતમાં મોરાશ્તી મીખાહ દેવી વાણી ભાખતો હતો અને તેણે યહૂદિયાના બધા લોકોને આ પ્રમાણે કહ્યું હતું. ‘સૈન્યોના દેવ યહોવાના વચન છે, સિયોન ખેતરની જેમ ખેડાઇ જશે, યરૂશાલેમ ખંડેરનો ઢગલો થઇ જશે, અને હાલમાં જે જગ્યાએ મંદિર આવેલું છે ત્યાં જંગલ ઊગી નીકળશે!’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 26:18
13 Iomraidhean Croise  

મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું, એ શું તેં સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને, ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.


આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.


તેના ભાઈઓ અને સમરુનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઈમારતોના ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પુન:નિર્માણ કરશે?


હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.


તેઓ પોતાની વેદીઓ પર્વતો પર તથા સર્વ નગરમાં સ્મરણમાં લાવે છે. તમારી સર્વ સંપત્તિ તથા તારો ધનસંગ્રહ હું બીજાઓને આપી દઈશ. કેમ કે તારાં પાપ તારી સર્વ સીમમાં છે.


અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.


તેથી હું યરુશાલેમને ખંડેરોનો ઢગલો, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ. તેઓ નિર્જન થઈ જશે.


યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.


આથી, તમારે કારણે, સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરુશાલેમમાં કાટમાળનો ઢગલો થઈ જશે, અને ટેકરી ઉપરનું સભાસ્થાન ઝાડી ઝાંખરાથી ઢંકાઈ જશે.


પણ પાછલા દિવસોમાં, યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે, અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે.


સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”


Lean sinn:

Sanasan


Sanasan