યર્મિયા 25:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તે દિવસે યહોવાહે જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે શોક કરવામાં આવશે નહિ, તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તે દિવસે યહોવાથી હણાયેલા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ; તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 તે દિવસે પ્રભુએ જેમનો સંહાર કર્યો હશે તેમનાં શબ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી વેરવિખેર પડી રહેશે. કોઈ તેમને માટે શોક કરશે નહિ, તેમને એકઠાં કરીને દફનાવશે પણ નહિ પણ પૃથ્વીની સપાટી પર ખાતરના ઢગની જેમ પથરાશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ. Faic an caibideil |