યર્મિયા 19:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આ જગ્યાએ હું યહૂદા અને યરુશાલેમની બધી યોજનાઓ નિષ્ફળ કરીશ. તેઓનો તેઓના શત્રુઓની આગળ તલવારથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે તેઓના હાથથી તેઓને પાડીશ. તેઓના મૃતદેહ હિંસક પશુઓ તથા આકાશના પક્ષીઓ ખાઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 વળી આ સ્થળમાં હું યહૂદિયા તથા યરુશાલેમની મસલત નિષ્ફળ કરીશ; અને તેઓને તેઓના શત્રુઓની આગળ તરવારથી, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથથી તેમને પાડીશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો તેઓનાં મુડદાં ખાઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 આ સ્થળે યહૂદિયા અને યરુશાલેમના લોકોની યોજનાઓને હું ભાંગીને ભૂક્કો બનાવી દઈશ. હું તેમનો તેમના શત્રુઓની તલવારથી સંહાર થવા દઈશ અને તેમનો જીવ શોધનારાઓને હાથે તેમને ખતમ કરીશ. હું તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થવા આપીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 આ જગ્યાએ હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોની બધી યોજનાઓના માટીની બરણીની જેમ ભૂક્કેભૂક્કા ઉડાવી દઇશ! હું તેમનો તેમના દુશ્મનોને હાથે તરવારથી નાશ કરાવીશ, તેમના મૃતદેહ હું પંખીઓને અને જંગલી પશુઓને ખાવા સોંપી દઇશ. Faic an caibideil |