Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 19:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહે આ પ્રમાણે કહ્યું કે; “જા અને કુંભારની એક માટલી વેચાતી લે. ત્યાર પછી લોકોના તથા યાજકોમાંના કેટલાક વડીલોને તારી સાથે લઈ લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા કહે છે, “તું જઈને કુંભારની એક માટલી વેચાતી લે, ને લોકોમાંના તથા યાજકોમાંના કેટલાક વડીલોને લઈને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “જા, અને કુંભાર પાસેથી એક કૂજો ખરીદ કર અને પછી લોકોના કેટલાક આગેવાનો અને કેટલાક પીઢ યજ્ઞકારોને સાથે લઈને

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ યહોવાએ યર્મિયાને કહ્યું, “જા, અને એક માટીની બરણી ખરીદી લાવ, ત્યાર પછી લોકોના કેટલાક આગેવાનોને અને કેટલાક યાજકોને તારી સાથે લઇ લે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 19:1
20 Iomraidhean Croise  

તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.


કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.


યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જઈને શણનો કમરબંધ વેચાતો લાવ અને તે પહેર. અને તેને પાણીમાં બોળીશ નહિ.”


પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને.


સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, આ દસ્તાવેજ એટલે મહોર મારેલું બંધ વેંચાણખત અને જે ઉઘાડું છે તે બન્ને પત્રક લઈ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂક.


સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું. પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલાં જેવા કેમ ગણાય છે?


વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.


હે મનુષ્યપુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તલવાર તું લે. અને તેને તારા માથા પર અને તારી દાઢી પર ફેરવ, પછી ત્રાજવાથી વજન કરીને તારા વાળના ભાગ પાડ.


વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.


પછી યહોવાહે મૂસાને કહ્યું, “ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર પુરુષો કે જેઓને તું લોકોના વડીલો તથા ઉપરીઓ તરીકે ઓળખાવે છે. તેઓને મારી સમક્ષ એકત્ર કર. અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ. તેઓને ત્યાં તારી સાથે ઊભા રાખ.


પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.


હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”


પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan