ન્યાયાધીશો 9:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પછી તેઓએ યોથામને તેની ખબર આપી, ત્યારે તેણે જઈને ગેરીઝીમ પર્વતના શિખર પર ઊભા રહીને મોટો ઘાંટો કાઢીને તેઓને કહ્યું, “ઓ શખેમના માણસો, મારી વાત સાંભળો કે જેથી ઈશ્વર તમારું સાંભળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે! Faic an caibideilપવિત્ર બાઈબલ7 જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો: “ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે! Faic an caibideil |
અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.