Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 જેમણે ચારે તરફના સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે તેમના પ્રભુ, ઈશ્વરનો આદર ઇઝરાયલના લોકોએ કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને ઈશ્વર જેમણે ચારે તરફ સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે પોતાના ઈશ્વર યહોવાને ઇઝરાયલી લોકોએ યાદ રાખ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તેમને તેમની આસપાસના સર્વ શત્રુઓથી છોડાવનાર તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ઈસ્રાએલીઓ આજુબાજુના શત્રુઓથી તેમને છોડાવનાર તેમના દેવ યહોવાને ભૂલી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:34
10 Iomraidhean Croise  

તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.


તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.


તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.


તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.


તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. ખરાબ દિવસો આવ્યા પહેલાં, એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે “તેમાં મને કંઈ આનંદ નથી” તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,


શું કુંવારી કન્યા કદી પોતાનાં ઘરેણાં અથવા નવવધૂ પોતાના કમરપટા ભૂલે? તેમ છતાં મારી પ્રજા ઘણા દિવસોથી મને ભૂલી ગઈ છે.


જેમ તેમના પિતૃઓ બઆલને કારણે મારું નામ વીસરી ગયા હતા તેમ તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને તેઓ વડે મારા લોકની પાસે મારું નામ ભુલાવી દેવાની કોશિશ કરે છે.


તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ. જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં, મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે.


ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.


ઇઝરાયલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વીસરી જઈને બઆલીમ તથા અશેરોથની પૂજા કરી.


Lean sinn:

Sanasan


Sanasan