Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એફ્રાઇમના પુરુષોએ ગિદિયોનને કહ્યું, “તું અમારી સાથે આમ કેમ વર્ત્યો છે? જયારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ.” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, “તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ?” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પછી એફ્રાઈમના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું મિદ્યાનીઓ સામે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા કેમ નહિ? તું અમારી સાથે એ રીતે કેમ વર્ત્યો?” એ વિષે તેમણે તેને સખત ઠપકો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એફ્રાઈમ કુળના આગેવાન લોકોએ ગિદિયોન પર રોષે ભરાઈને કહ્યું, “તમે અમાંરી સાથે આવો વર્તાવ શા માંટે કર્યો? તમે મિદ્યાનીઓ સાથે લડવા માંટે ગયા ત્યારે તમે અમને શા માંટે ના બોલાવ્યા? આમ એમને તે લોકોએ સખત ઠપકો આપ્યો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:1
9 Iomraidhean Croise  

ઇઝરાયલના સર્વ માણસોએ ઉતાવળે રાજા પાસે આવીને કહ્યું, “શા માટે અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે અને તારા કુટુંબને તથા તારી સાથે દાઉદના સર્વ માણસોને યર્દન પાર લઈ ગયા છે?”


તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?”


કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે; ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.


વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.


એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી. ઇઝરાયલમાં તે સન્માન પામતો, પણ બઆલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો.


તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યુ નથી? એફ્રાઇમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?


Lean sinn:

Sanasan


Sanasan