ન્યાયાધીશો 7:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ગિદિયોને સંદેશવાહકોને એફ્રાઇમના આખા પહાડી પ્રદેશમાં મોકલીને, કહેવડાવ્યું, “તમે મિદ્યાનીઓની ઉપર ધસી આવો, યર્દન નદી ઓળંગીને તેઓની આગળ બેથ-બારાક સુધી જઈને યર્દનનાં પાણી આગળ તેઓને રોકો.” તેથી એફ્રાઇમના સર્વ માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આગળ તેઓને આંતર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ગિદિયોને એફ્રાઈમના આખા પહાડી પ્રદેશમાં ખેપિયા મોકલીને કહેવડાવ્યું, “તમે મિદ્યાનીઓ પર ધસી આવો, ને તેઓની અગાઉ બેથ-બારા સુધી [જઈને] યર્દનનાં પાણી આંતરો.” માટે એફ્રાઈમના સર્વ માણસોએ એકત્ર થઈને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આંતરો.” માટે એફ્રાઈમના સર્વ માણસોએ એકત્ર થઈને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આંતર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 ગિદિયોને એફ્રાઈમના આખા પહાડીપ્રદેશમાં સંદેશકો દ્વારા આવું કહેણ મોકલ્યું: ‘આવીને મિદ્યાનીઓ સામે યુદ્ધ કરો. છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓને આંતરીને મિદ્યાનીઓને નદી ઓળંગીને જતા રહેતા અટકાવો.” એફ્રાઈમના માણસોને એકઠા કરવામાં આવ્યા અને તેમણે છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓ ઓળંગવાના આરા આંતરી લીધા. Faic an caibideilપવિત્ર બાઈબલ24 પછી ગિદિયોને એફ્રાઈમના સમગ્ર પહાડી પ્રદેશમાં પોતાના સંદેશવાહકો મોકલ્યા અને જાહેર કરાવડાવ્યું કે, “ઊતરી આવો, મિદ્યાનીઓનો સામનો કરો અને તેઓ નદી પાર ઊતરે તે પહેલા બેથબારાહથી યર્દન નદીના બધા પાણીવાળા સ્થળો કબજે કરી લો.” જેથી એફ્રાઈમના કુળસમૂહને ભેગું કરવામાં આવ્યું, અને તેમણે બેથબારાહ સુધીના યર્દન નદીના તમાંમ પાણીવાળા સ્થળો કબજો કરી લીધા. Faic an caibideil |