ન્યાયાધીશો 7:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથ-શિટ્ટાહ સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેઓએ તે ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, અને યહોવાએ પ્રત્યેક માણસની તરવાર તેના સાથીની સામે તથા આખા સૈન્યની સામે લાગુ કરી દીધી. અને સૈન્ય સરેરા તરફ હેથ-શિટ્ટા સુધી, તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી નાઠું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ગિદિયોનના માણસો તેમનાં ત્રણસો રણશિંગડાં વગાડી રહ્યા હતા ત્યારે પ્રભુએ શત્રુની ટુકડીઓને પોતાની તલવારો ચલાવી એકબીજા પર હુમલો કરતી કરી દીધી. તેઓ સારેથાન તરફ છેક બેથ-સિટ્ટા સુધી અને ત્યાંથી છેક ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલા નગર સુધી નાઠા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 જ્યારે પેલા 300 માંણસો રણશિંગડાં ફૂંકતા હતાં તેના અવાજથી યહોવાએ શત્રુ-સૈન્યને એવું ગૂંચવી નાખ્યું કે છાવણીમાં સર્વત્ર તેઓ બધા અંદરો અંદર લડીને એકબીજાને માંરવા લાગ્યા. તેઓનું લશ્કર સરેરાહની દિશામાં બેથશિટ્ટાહ સુધી અને ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલાહ સુધી નાસી ગયું. Faic an caibideil |