ન્યાયાધીશો 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ગિદિયોન ત્યાં આવ્યો ત્યારે જુઓ, ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને સ્વપ્ન કહી સંભળાવતો હતો, ને કહેતો હતો, “જો, મને સ્વપ્ન આવ્યું. અને જો, જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડી, ને એક તંબુની પાસે આવીને તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, ને તેને એવો ઉથલાવી નાખ્યો કે તે તંબુ જમીનદોસ્ત થઈ ગયો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 ગિદિયોન ત્યાં પહોંચ્યો તો તેણે એક માણસને તેના મિત્રને સ્વપ્ન કહેતો સાંભળ્યો. તે કહેતો હતો, “મારા સ્વપ્નમાં મેં જવની રોટલીના ટુકડાને ગબડીને આપણી છાવણી પર આવતો અને તેનાથી એક તંબુ પર પ્રહાર થતો જોયો. તંબુ તૂટી પડયો અને જમીનદોસ્ત થઈ ગયો.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 જ્યારે ગિદિયોન ત્યાં પહોંચ્યો ત્યારે એક માંણસ બીજા માંણસને પોતાના સ્વપ્નની વાત કહેતો હતો; તે બોલ્યો, “મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનીઓની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતાં તેની સાથે અથડાઈ એટલે તંબુ તૂટી પડયો.” Faic an caibideil |