Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર સળગી ન ઊઠે, તો હું માત્ર આ એક વખતે બોલું:કૃપા કરીને આ એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો. હવે એકલું ઊન કોરું રહે, ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “મહેરબાની કરી મારા પર ગુસ્સે થશો નહિ. એક વધુ વાર મને કહેવા દો. ઊન વડે બીજી એક વધુ ક્સોટી મને કરવા દો. આ વખતે ઊન કોરું રહે અને ભૂમિ ભીની થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 પછી ગિદિયોને દેવને કહ્યું, “માંરા પર કોપ ન કરશો, હજી એક વાર મને બોલવા દો. હજી એક વખત મને ઊન દ્વારા તમાંરી કસોટી કરવા દો. આ વખતે ઊન કોરું જ રહે અને માંત્ર ચારેબાજુ જમીન ઉપર જ ઝાકળ પડે એમ કરો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:39
14 Iomraidhean Croise  

તેણે કહ્યું, “કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ.”


અંતે તેણે કહ્યું, “પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?” તેમણે કહ્યું, “દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.”


હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.


એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.


પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.”


ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.


ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”


તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’”


બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.


તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.


Lean sinn:

Sanasan


Sanasan