ન્યાયાધીશો 6:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
37 તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.”
37 તો જુઓ, હું ખળીમાં ઘેટાનું ઊન મૂકું. અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે, તો તેથી હું જાણીશ કે, તમે, તમારા કહેવા પ્રમાણે, મારે હાથે ઇઝરાયલને ઉગારવાના છો.”
37 તો હું અમારા અનાજના ખળામાં થોડું ઊન મૂકું છું. જો સવારે માત્ર ઊનમાં જ ઝાકળ હોય, પણ જમીન પર નહિ, તો હું જાણીશ કે તમે મારા દ્વારા ઇઝરાયલને છોડાવવાના છો.”
37 તેથી હું આ ઘઉં ઝૂડવાની જમીન ઉપર ઊન પાથરું છું, જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય, તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાંણે માંરા હાથે ઈસ્રાએલીઓને બચાવવાના છો.”
ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,’ ત્યારે તે મને એમ કહે કે, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,’ તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.”