Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુએ જવાબ આપ્યો, “તું એમ કરી શકીશ; કારણ, હું તારી સાથે છું. એક માણસને મારતો હોય તેમ તું બહુ સહેલાઈથી મિદ્યાનીઓનો કચ્ચરઘાણ વાળી દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારે યહોવાએ કહ્યું, “હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને તેઓ જાણે એક જ માંણસ હોય તેમ કચડી શકીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:16
13 Iomraidhean Croise  

પણ ઈશ્વરે કહ્યું, “હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો.”


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.


મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)


પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.


જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.


તારા જીવનના સર્વ દિવસો દરમ્યાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહિ. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ; હું તને તજીશ કે મૂકી દઈશ નહિ.


યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે; તેઓમાંનો એક પણ તમારા આક્રમણ સામે ટકી શકનાર નથી.”


જયારે યહોવાહે તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.


ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!”


ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય,


જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, “ઈશ્વર તમારી સાથે હો. “અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “ઈશ્વર તને આશીર્વાદ આપો.”


Lean sinn:

Sanasan


Sanasan