ન્યાયાધીશો 3:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેઓએ એટલી બધી વાર વિલંબ કર્યો કે તેઓ શરમાઈ ગયા, અને જુઓ, તે ઓરડીનાં બારણાં તેણે ઉઘાડ્યાં નહિ. તેથી તેઓએ ચાવી લઈને તે ઉઘાડ્યાં. અને જુઓ, તેઓનો ઘણી ભૂમિ પર મરણા પામેલો પડ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેમણે તેની લાંબો સમય રાહ જોઈ, એટલે સુધી કે તેઓ અકળાઈ ગયા; પણ તેણે તે ઓરડીનું બારણું ખોલ્યું નહિ. છેવટે તેમણે ચાવી લઈને બારણું ખોલી નાખ્યું, તો ત્યાં તેમનો માલિક ભોંય પર મરેલો પડયો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ રાજાએ બારણુંના ઉધાડયું ત્યારે તેઓને ચિંતા થઈ અને ચાવી લાવીને કળ ઉધાડી, બારણું ખોલીને જોયું તો તેઓનો રાજા જમીન પર મરેલો પડયો હતો. Faic an caibideil |