ન્યાયાધીશો 21:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઇઝરાયલના લોકોએ કહ્યું, “ઇઝરાયલના સર્વ કુળોમાંથી કયું કુળ એવું છે કે જે ભરેલી સભામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું નથી?” કેમ કે મિસ્પામાં ઈશ્વરની હાજરીમાં જે કોઈ આવ્યું નહોતું તેના સંદર્ભમાં એવી ભારે પ્રતિજ્ઞા લઈને તેઓએ કહ્યું, “જે ઈશ્વરની સમક્ષ ન આવે તે ચોક્કસપણે માર્યો જાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ઇઝરાયલી લોકોએ કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજૂરમાં આવ્યો ન હોય એવો કોણ છે?” કેમ કે મિસ્પામાં યહોવાની હજૂરમાં જે માણસ ન આવે તેને જરૂર મારી નાખવો એવી ભારે પ્રતિજ્ઞા તેઓએ લીધી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.) Faic an caibideilપવિત્ર બાઈબલ5 અને તેમણે એકબીજાની તપાસ કરી અને પૂછયું, “ઈસ્રાએલના બધા કુળસમૂહોમાંથી યહોવાની સમક્ષ કયું કુળસમૂહ હાજર નથી?” કારણ તેમણે મિસ્પાહમાં વચન આપ્યું હતું કે જે કોઈ પણ ઈસ્રાએલી યહોવાની સમક્ષ હાજર નહિ હોય તેનો વધ કરવામાં આવશે. Faic an caibideil |