ન્યાયાધીશો 21:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને જયારે તેઓના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું, “અમારા પર કૃપા કરો! તેમને રહેવા દો એવું માનોકે એ કન્યાઓ તમે જ આપી છે. કેમ કે યુદ્ધ દરમિયાન તેઓની પત્નીઓ મરણ પામી. અને તમે તમારા વચન સંબંધી નિર્દોષ છો, કારણ કે તમે તમારી દીકરીઓ તેઓને આપી નથી, નહિતો તમે દોષિત ગણાઓ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને એમ થશે કે જો તેમના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું કે, ‘મહેરબાની કરીને [એવું ધારો કે] તે [કન્યાઓ તમે જ] અમને આપી છે, કેમ કે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને માટે સ્ત્રી રાખી નહિ. તેમ જ તમે પોતે તેમને તમારી કન્યાઓ આપી નથી; નહિ તો તમે દોષિત ગણાઓ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તેમના પિતાઓ કે ભાઈઓ આવીને વિરોધ કરે તો તમે તેમને આમ કહેજો, “મહેરબાની કરીને તમે અમને એ કન્યાઓને રાખવા દો. અમે કંઈ યુદ્ધમાં તેમને ઉપાડી લાવ્યા નથી. તમે અમને એ કન્યાઓ આપી નથી એટલે, તમારા પર તમારા સોગનનો ભંગ થવાનો પણ દોષ રહેતો નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 જો તેમના પિતા કે ભાઈ અમાંરી આગળ ફરિયાદ કરે તો અમે તેમને કહેશું, ‘મહેરબાની કરીને, તેમને આ સ્ત્રીઓ રાખવા દો. કારણકે, અમે યાબેશ ગિલયાદના યુદ્ધમાં તેઓ માંટે પૂરતા પ્રમાંણમાં સ્ત્રીઓ લીધી નથી; અને તમે તમાંરી પુત્રીઓ તેમને આપી નથી એટલે તમાંરે માંથે દોષ નહિ આવે.’” Faic an caibideil |