ન્યાયાધીશો 20:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી હવે, જે બલિયાલ પુત્રો ગિબયામાં છે તેઓને અમારા હાથમાં સોંપી દે. અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચારને દૂર કરીશું.” પણ બિન્યામીનીઓએ પોતાના ભાઈઓનું, ઇઝરાયલનું કહેવું માન્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તો હવે એ જે માણસો એટલે બલિયાલપુત્રો ગિબયામાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે, અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ.” પણ બિન્યામીનપુત્રોએ પોતાના ભાઈઓનું એટલે ઇઝરાયલી લોકોનું કહેવું સાંભળ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તો હવે ગિબ્યાના એ દુષ્ટો અમને સોંપી દો કે અમે તેમને મારી નાખીને ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરીએ.” પણ બિન્યામીનના લોકોએ પોતાના સાથી ઇઝરાયલીઓનું કહેવું ગણકાર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ગિબયાહ એ તમાંરામાંના દુષ્ટ માંણસો, જેઓએ આ કર્યુ છે તેઓને અમાંરા હાથમાં સોંપી દેવા જોઈએ એટલે અમે તેમને માંરી નાખીએ અને ઈસ્રાએલમાં કરેલા એ પાપને ભૂસી નાખીએ.” પરંતુ બિન્યામીન કુળસમૂહના લોકોએ પોતાના બીજા ઈસ્રાએલી ભાઈઓનું કહ્યું સાંભળ્યું નહિ. Faic an caibideil |
એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.”
અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.