ન્યાયાધીશો 20:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દસ, હજાર માણસોમાંથી સો અને દસ હજારમાંથી હજાર માણસોને લડનારા લોકો માટે ખોરાકપાણી લાવવાનું કામ સોંપીએ, અને લડવૈયાઓ બિન્યામીનના ગિબયામાં જાય. અને ઇઝરાયલમાં જે દુષ્ટતા તેઓએ કરી છે તે પ્રમાણે તેઓને શિક્ષા કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દશદશ, તથા દર હજાર માણસોથી સોસો, તથા દર દશ હજારમાંથી હજારહજાર માણસો [લડનાર] લોકોને માટે ખોરાક લાવવા રાખીશું, એ માટે કે તેઓ બિન્યામીનના ગિબયામાં જઈને, તેઓએ ઇઝરાયલમાં મૂર્ખાઈ ભરેલું જે બધું કામ કર્યું છે તે પ્રમાણે તેમની વલે કરે.” પ્રમાણે તેમની વલે કરે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 આપણામાંથી દસમા ભાગના લોકો એટલે, ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સોની ટુકડીમાંથી દસદસ, દર હજારની ટુકડીમાંથી સોસો, તથા દર દસ હજારની ટુકડીમાંથી હજાર હજાર માણસોને સૈન્યને ખોરાક પૂરો પાડવા રાખીશું, જ્યારે બાકીના લોકો ઇઝરાયલમાં બનેલા આ અનૈતિક કામ માટે ગિબ્યાના લોકોને શિક્ષા કરવા જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 અમે ઈસ્રાએલના દરેક કુળસમૂહોમાંથી દર સો માંણસો લઈશું. દર હજાર માંણસોએ સો માંણસો લઈશું. અને દર દસહજાર માંણસોએ એક હજાર માંણસો લઈશું. તેઓ સૈન્યને માંટે ખોરાક પૂરો પાડશે. બાકીના બિન્યામીનના પ્રદેશમાં આવેલા ગિબયાહ સ્થળે જ્યાં તેઓએ ઈસ્રાએલમાં ખૂબજ ભયંકર કૃત્ય કર્યુ હતું તેની સજા કરવા જશે.” Faic an caibideil |