Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ જ્યારે ન્યાયાધીશ મરણ પામતો ત્યારે તેઓ પાછા ફરી તેમના પિતૃઓએ કરેલાં કૃત્યો કરતાં વધુ ખરાબ કૃત્યો કરતા હતા. તેઓ અન્ય દેવોની ભક્તિ તથા પૂજા કરવાને તેઓની પાછળ જતા હતા. અને પોતાના દુરાચારો તથા અવળા માર્ગોથી પાછા વળતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા, તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાનાં કામથી તથા દુરાગ્રહથી પાછા હઠતા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પણ એ ન્યાયાધીશનું અવસાન થાય કે લોકો તેમના અગાઉના માર્ગે વળી જતા અને અગાઉની પેઢીના તેમના પૂર્વજો કરતાં તેઓ વિશેષ ભ્રષ્ટ થઈ જતા. તેઓ અન્ય દેવોની સેવાભક્તિ કરતા અને જિદ્દી વલણ દાખવતાં પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ રહેતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને પોતાના પિતૃઓથી પણ વધારે ભ્રષ્ટ થઈ ગયાં, તેઓ અન્ય દેવની પૂજા કરતાં, તેમને પગે લાગતા; તેઓએ પોતાના દુષ્ટ માંર્ગોથી પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:19
20 Iomraidhean Croise  

ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.


પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સંમુખ દુરાચાર કર્યો; તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યાં.


પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.


પછી યહોવાહે મૂસાને કહ્યું, “જા જલ્દીથી નીચે જા, કારણ કે તારા જે લોકોને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.


અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.


જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે, ‘યહોવાહ કહે છે કે તમને શાંતિ થશે.” જેઓ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ ચાલે છે તેમને કહે છે, તમારા પર કોઈ પણ વિપત્તિ આવશે નહિ.’


તે વખતે યરુશાલેમને તેઓ યહોવાહનું રાજ્યાસન કહેશે, સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશાલેમમાં યહોવાહના નામની ખાતર એકઠી થશે. અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને કદી આધીન થશે નહિ.


તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: “તમે તમારા પિતાઓની જેમ પોતાને અશુદ્ધ કેમ કરો છો? અને ગણિકાની જેમ ધિક્કારપાત્ર કાર્યો કેમ કરો છો?


તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.


મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો.”


તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાહે ઇઝરાયલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયલે યહોવાહની સેવા કરી.


તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહિ.


જયારે યહોવાહે તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.


તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,


યહોશુઆના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ જે વડીલો તેના કરતાં લાંબુ જીવ્યા હતા, જેઓએ ઇઝરાયલને માટે ઈશ્વરે કરેલાં સર્વ મોટાં કામ જોયા હતાં, તેઓના અસ્તિત્વ સુધી લોકોએ ઈશ્વરની સેવા કરી.


એહૂદના મરણ પછી, ઇઝરાયલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી તથા જે દુષ્ટ આચરણો કર્યા અને તેથી ઈશ્વરનો અનાદર કર્યો.


ગિદિયોનના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલના લોકોએ પાછા ફરીને બઆલની પૂજા કરીને વ્યભિચાર કર્યો, તેઓએ બઆલ-બરીથને પોતાનો દેવ માન્યો.


કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan