ન્યાયાધીશો 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને તેઓના પિતૃઓના જે યહોવાહ તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા. જઈને તેઓ આગળ નમ્યાં. તેઓએ યહોવાહને ક્રોધિત થવાને ઉશ્કેર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યહોવા, તેઓના પિતૃઓના ઈશ્વર, જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા હતા તેમનો તેઓએ ત્યાગ કર્યો, ને અન્ય દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું, અને તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેમણે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર તેમના પૂર્વજોના ઈશ્વરનો ત્યાગ કર્યો અને અન્ય દેવો એટલે તેમની આસપાસ વસતા લોકોના દેવોની પૂજા કરી. તેઓ તેમની આગળ નમ્યા અને પ્રભુને રોષ ચડાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા. પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો. Faic an caibideil |
અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.