ન્યાયાધીશો 19:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા માટે ઊભો થયો, ત્યારે તેના સસરાએ, એટલે તે યુવતીના પિતાએ, તેને કહ્યું, “જો, હવે દિવસ અસ્ત થવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જુઓ, દિવસ આથમવા આવ્યો છે. અહીં રહીને તારા હ્રદયને ખુશ કર; અને કાલે સવારે વહેલાં [ઊઠીને] તમારે ઘેર જજો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ફરી પાછા પેલો માણસ, તેની ઉપપત્ની અને નોકર જવા તૈયાર થયાં, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “દિવસ આથમવાની તૈયારી છે, અને સાંજ પડવા આવી છે. તો હવે રાત અહીં જ રોકાઈ જાઓ. હવે અંધારું થઈ જશે. તેથી અહીં જ રોકાઈ જાઓ, અને તમારા દિલને ખુશ કરો. કાલે સવારે વહેલા ઊઠીને તમારે ઘેર જજો.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 પછી લેવી પોતાની પત્ની અને નોકર સાથે જવા માંટે ઊઠયો. પણ તેના સસરાએ કહ્યું, “જુઓ હવે તો સાંજ થઈ ગઈ છે, અહી રાત રહી જાઓ, અને મોજ કરો પછી આવતી કાલે વહેલા ઘેર જજો.” Faic an caibideil |