Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 19:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેણે તેને કહ્યું, “અમે બેથલેહેમ-યહૂદિયામાંથી એફ્રાઈમના પહાડી પ્રદેશને પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું, ને હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો; અને હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો; અને હું યહોવાના ઘેર જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 લેવીએ જવાબ આપ્યો, “અમે યહૂદિયાના બેથલેહેમથી આવી રહ્યાં છીએ. હું તો એફ્રાઈમના પહાડીપ્રદેશના છેક છેડાના ભાગમાં વસું છું. અત્યારે અમે પ્રભુના ઘર તરફ જઈ રહ્યાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેણે જવાબ આપ્યો, “યહૂદામાં આવેલા બેથલેહેમથી હું આવું છું, એફ્રાઈમના પહાડી પ્રદેશનો હું વતની છું. હું બેથલેહેમ ગયો હતો અને અત્યારે હું ઘેર પાછો જાઉં છું, પણ કોઈએ અમને રાત ગાળવા માંટે પોતાને ઘેર બોલાવ્યા નથી;

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 19:18
12 Iomraidhean Croise  

પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.


તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે.


પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.


હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.


જ્યાં સુધી ઈશ્વરનું તંબુ શીલોમાં હતું ત્યાં સુધી તેઓએ મિખાની બનાવેલી કોતરેલી મૂર્તિની કાયમ ઉપાસના કરી.


તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”


અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”


ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો.”


ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, “બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” અને ઈશ્વરે કહ્યું, “યહૂદા પહેલો ચઢાઈ કરે.”


આ માણસ પોતાના નગરમાંથી વર્ષો વર્ષ શીલોમાં સૈન્યના ઈશ્વરનું ભજન કરવા તથા બલિદાન આપવા સારુ જતો હતો. ત્યાં એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ ઈશ્વરના યાજક હતા.


જયારે વર્ષો વર્ષ, તે પોતાના કુંટુંબ સાથે ઈશ્વરના ઘરમાં જતી, ત્યારે તેની શોક્ય હંમેશા તેને ઉશ્કેરતી. તેથી તે રડતી અને કશું પણ ખાતી ન હતી.


Lean sinn:

Sanasan


Sanasan