ન્યાયાધીશો 18:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે તે પાંચ માણસ વિદાય થયા, ને લાઇશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયા કે, તેઓ નિશ્વિત રહે છે, તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે. કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો, તેઓ સિદોનીઓથી વેગળા હતા, ને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને “લાઈશ” પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં. Faic an caibideil |